/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/8102014-1.jpg)
સંરક્ષણ ટેકનોલોજી અને સંસાધનોની નિકાસ પર કન્ટ્રોલ ધરાવતા 42 દેશોના 'વાસેનાર એગ્રિમેન્ટ'માં ભારતે પ્રવેશ મળ્યો હતો. ભારત છેલ્લા બે વર્ષથી આ સંગઠનમાં પ્રવેશવા માટે પ્રયાસ કરતું હતું. પણ ઈટાલિએ ભારતનો પ્રવેશ અટકાવી રાખ્યો હતો. 'ધ વાસેનાર એગ્રિમેન્ટ ઓન એક્સપોર્ટ કન્ટ્રોલ ફોર કન્વેન્શનલ આર્મ્સ એન્ડ ડયુઅલ યુઝ ગુડ્સ એન્ડ ટેકનોલોજી' સંગઠન ટૂંકમાં વાસેનાર એગ્રિમેન્ટ તરીકે ઓળખાય છે.
42 દેશોના આ જૂથમાં ભારતને પ્રવેશ મળતા ભારતના લશ્કરી સાધન સરંજામ અને ટેકનોલોજીને આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી પ્રવેશ મળશે. આ કરારમાં સામેલ થયેલા દેશોએ પોતાની લશ્કરી ટેકનોલોજી અને સાધનો વેચતા પહેલા ડબલ ચેકિંગ કરવાનું હોય છે. જેથી એ ટેકનોલોજી કોઈ ખોટા હાથોમાં, આતંકીઓ પાસે જતી ન રહે. તેની સામે આ સંગઠના સભ્ય દેશોની લશ્કરી સામગ્રી અને ટેકનોલોજીને સુરક્ષિત માનવામાં આવે છે. માટે 42 દેશો પરસ્પર સરળતાથી તેની આપ-લે કરી શકે છે. એટલે કે ભારત વધુ સરળતાથી લશ્કરી સામગ્રીનું વેચાણ કરી શકશે.