/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/06140803/maxresdefault-59.jpg)
રાજ્યના તમામ જિલ્લા મથકોમાં પોલીસ ખાતાનું વાર્ષિક
ઇન્સ્પેકશન થતું જ હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસનું પણ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ ઇન્સ્પેકશન
કર્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલીક સહિત જિલ્લા પોલીસના તમામ
અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લા પોલીસની બેન્ડ સાથે પરેડનું રેન્જ આઈજીએ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પોલીસની પીટી, લગ પીટી, લાઠી ડ્રિલ, સ્કોડ ડ્રિલ, વેપન ટ્રેંનિગ, મોબ ડ્રિલ, ડોગ ટ્રેંનિગ સહિતનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા, તમામ ડીવાયએસપી, તમામ પીઆઇ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં વર્ષ દરમિયાન કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.