સુરતઃ જમીનના વિવાદમાં બિલ્ડરને મળી હતી ધમકી, નીકળ્યું છોટા રાજન કનેક્શન

New Update
સુરતઃ જમીનના વિવાદમાં બિલ્ડરને મળી હતી ધમકી, નીકળ્યું છોટા રાજન કનેક્શન

જમીનના વિવાદમાં આનાર ગેંગસ્ટર છોટારાજન કંપનીની સુરતમાં એન્ટ્રી

સુરતમાં જમીનના ઉંચકાતા ભાવો, હીરા તેમજ કાપડ ઉદ્યોગનો હરણફાળ વિકાસ જોઈને ફરી એકવાર અંડરવર્લ્ડનો ડોળો સુરત ઉપર મંડાયો છે. થોડા મહિના પહેલા છોટા રાજન ગેંગમાંથી છુટા પડીને અલગ ગેંગ બનાવનાર રવિ પુજારીએ કાપડના વેપારીને બે કરોડની ખંડણી માટે ધમકી આપી હતી. આ કેસની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે વેસુમાં આવેલી કિંમતી જમીનમાં પતાવટ કરવા બિલ્ડરને ધમકી આપવા માટે છોટારાજન ગેંગને સોપારી આપવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

સુરતના વેસુમાં આવેલી જમીનના વિવાદને ઉકેલવા માટે ગેંગસ્ટર છોટા રાજનના માણસોએ શહેરના મોટા બિલ્ડર અને તેના ભાગીદારને માર્ચથી જુલાઈ મહિનામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની તપાસ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચે છોટા રાજન ગેંગના એક સાગરીત સુનિલ ઉર્ફે શેખર ઉર્ફે પ્રતાપ ભીખા જાધવની ધરપકડ કરી છે. સુનિલ મૂળ મહારાષ્ટ્ર જલગાવનો રહેવાસી છે. સુનિલની ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરતાં સુરતના મનીષ પચ્ચીગરનું નામ જણાવ્યું હતું. જ્યાં છેલ્લા કેટલાક સમયથી મનીષ સુનિલના સંપર્કમાં હતો.

publive-image

મનીષ સુરતમાં જમીન લે વેચ નો ધંધો કરે છે. ફરિયાદી બિલ્ડર વેસુ ની કરોડોની જમીનનો સોદો પતાવવા ન માંગતો હતો. જેથી મનિષે સુનિલને આ જમીનના સોદો પતાવી દેવા માટે સમ્પર્ક કર્યો અને સેટેલેમન્ટ કરાવવા જણાવ્યું હતું. આ જ કારણ છે કે છોટા રાજન ગેંગના સુનિલે સુરતના બિલ્ડર અને તેના ભાગીદારને ફોન પર હિન્દી ભાષામાં ધમકી આપી હતી. અને કહ્યું હતું કે 'જમીન કા સેટલમેન્ટ કર લે વરના ગોલી ચલેગી...'

ફરિયાદી બિલ્ડરે વર્ષ 2003માં વેસુની જમીન ખેડૂત પાસે ખરીદી હતી.તે જમીન 2004માં બીજા બિલ્ડરને વેચી નાખી હતી.. પરંતુ વિવાદ સર્જાતા બિલ્ડર આ કેસ ને લઈ હાઇકોર્ટમાં ગયો અને જ્યાં ફરિયાદી બિલ્ડર કેસ જીતી ગયો અને બિલ્ડર મનીષ હારી ગયો હતો. આ જમીનના સેટલમેન્ટને લઈ મનીષ છેલ્લા કેટલાક વર્ષોથી સમાધાન ઇચ્છતો હતો. જે નહીં થતા આખરે તેને સ્ટેલમેન્ટ કરવા છોટા રાજનના માણસ સુનિલને સોપારી આપી દીધી હતી. આખરે બન્ને આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયા છે.

સુરત જોઈન્ટ કમિશ્નર હરેકૃષ્ણા પટેલે જણાવ્યું હતું કે, સુનિલ છોટા રાજન ગેંગનો માણસ છે. વર્ષ 2001માં પુણેમાં મર્ડરના ગુન્હામાં યરવડા જેલમાં હતો. ત્યાં 2003માં તેની મુલાકાત છોટા રાજન ગેંગના સાગરીત વિક્કી મલ્હોત્રા તેમજ મહેશ મકવાણા સાથે થઈ હતી. ત્યારબાદથી તે છોટા રાજન ઉર્ફે નાના ગેંગમાં સામેલ થયો હતો.

સુરતના બિલ્ડરો ને અગાઉ પણ ગેંગના નામે અનેક ધમકીઓ મળી ચુકી છે.હાલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલ છોટારાજન ગેંગના સાગરીત ની ધરપકડ કરી છે.ત્યારે અગાઉ બિલ્ડરોને મળેલી ધમકીઓનું આ મામલા સાથે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં હાલ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

Latest Stories