સુરતઃ પાંડેસરામાં 294 પૈકી 134 મિલકતો જોખમી, સર્વેમાં સામે આવી વિગતો

New Update
સુરતઃ પાંડેસરામાં 294 પૈકી 134 મિલકતો જોખમી, સર્વેમાં સામે આવી વિગતો

પાંડેસરા શાલુ ડાઈંગ અને મારુતિ ડાઈંગ મિલની આગ સંદર્ભે પણ કેટલાક સવાલો ઉઠ્યા હતા

પાંડેસરા શાલુ ડાઈંગ અને મારુતિ ડાઈંગ મિલની આગ સંદર્ભે પણ કેટલાક સવાલો ઉઠ્યા હતા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી 294 પૈકી 134 મીલ અને મિલકતો જોખમી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં આ વિગતો બહાર આવી છે. જેથી મહાનગર પાલિકાએ નોટિશ આપી મીલોને રિપેર કરવી અથવા ઉતારી લેવાનું જણાવ્યું છે.

પાંડેસરા શાલુ ડાઈંગ અને મારુતિ ડાઈંગ મિલની આગ સંદર્ભે પણ કેટલાક સવાલો ઉઠ્યા હતા. આ સવાલોને લઇને મહાનગર પાલિકાએ સર્વે હાથ ધર્યો હતો. જેમાં ધ્યાન ઉપર આવેલી જોખમી મિલો ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. આ જોખમી મિલકતો ચોમાસુ સિઝનમાં લોકો માટે ખતરા સમાન હોવાથી મહાનગરપાલિકાએ આવી મીલોના ઓનરને સત્વરે કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

Latest Stories