/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/14151944/maxresdefault-159.jpg)
સુરત શહેરના ડભોલી વિસ્તારમાં હિટ & રનની ઘટના બની છે. ઇવનિંગ વોકમાં નીકળેલા વૃદ્ધનું ટેમ્પોના ચાલકે અડફેટે
લેતા તેમનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
ગઈ હતી.
સુરત શહેરના ડભોલી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય મોહન કંથારીયા ઇવનિંગ વોક માટે બહાર નીકળ્યા હતા. ત્યારે માર્ગ ઉપર
સામેથી પુર ઝડપે આવી રહેલ એક ટેમ્પો ટ્રેક્સના ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું
ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર હિટ
& રનની ઘટના
નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ત્યારે સમગ્ર મામલે ચોક
બજાર પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરૃદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.