ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા રમત ગમત કચેરી દ્વારા ધ્રાંગધ્રામાં રાજયકક્ષાની (અંડર-૧૯) પાવર લિફ્ટિંગની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ માટે અલગ અલગ ૯ વજનના ગ્રૂપ તેમજ બહેનો માટે ૮ ગ્રુપ હતા. સ્પર્ધામાં ૧૪૦થી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં અલગ અલગ ગ્રૂપના પ્રથમ નંબરે વિજેતા થનારને આગામી નવેમ્બરમાં નેશનલ કક્ષાએ રમવા જશે. સ્પર્ધામાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સરકાર દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને રહેવાનુ જમવાનું તેમજ ટ્રાવેલિંગનું ભાડું પણ આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા સ્પર્ધા યોજવા પાછળ નો મુખ્ય હેતુ છે કે, ખેલાડીમાં રહેલી પોતાની પ્રતિભા બહાર આવે અને તેમને  યોગ્ય માર્ગદર્શન તેમજ પ્રેરણા મળી રહે માટે રાજ્યમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here