Top
Connect Gujarat

હું આજે પણ હિન્દી ફિલ્મો ને યાદ કરુ છું : પ્રિયંકા ચોપરા

હું આજે પણ હિન્દી ફિલ્મો ને યાદ કરુ છું : પ્રિયંકા ચોપરા
X

ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા એ હાલમાં જ અમેરિકન ધારાવાહિક શ્રેણી ક્વોન્ટિકોમાં તેની અદાકારી કરીને આંતરરાષ્ટ્રીય ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવ્યુ છે ત્યારે તેને પોતાના એક ચાહક દ્વારા ટ્વિટર પર પ્રશ્નોત્તરી કરતા પૂછ્યુ હતુ કે તે ક્યારે હિન્દી ફિલ્મો તરફ વળશે ત્યારે પ્રિયંકાએ કહ્યુ હતુ કે તે હિન્દી ફિલ્મોને આજે પણ યાદ કરે છે અને બહુ જલ્દી પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અન્ય એક ચાહકે એવુ પણ પૂછ્યુ હતુ કે પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે તેમને બીજી વાર નામાંકિત કરવામાં આવ્યા છે તો આ અંગે કેવી અનુભૂતિ થાય છે. ત્યારે પ્રિયંકાએ જણાવ્યુ હતુ કે આ પ્રસિદ્ધ શ્રેણીમાં નામાંકન પામવા બદલ ખુબ આભારી છુ.

ગયા વર્ષે "Quantico" માં FBI એજન્ટ એલેક્સ પેરિશ તરીકેના આંતરરાષ્ટ્રીય અભિનય માટે પીપલ્સ ચોઇસ એવોર્ડ જીત્યો હતો,તેણીના જણાવ્યા અનુસાર આ સન્માન પામનાર તે પ્રથમ દક્ષિણ એશિયન અભિનેત્રી છે.

"Quantico" ને પણ મનપસંદ નેટવર્ક ટીવી ડ્રામા શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવી છે. સાથે સાથે "એમ્પાયર" "ગ્રે એનાટોમી", "શિકાગો ફાયર" અને "હાઉ ટુ ગેટ અવે વિથ મર્ડર".ને પણ પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે.

આ સિવાય વધુ એક ચાહકે પ્રિયંકાને પૂછ્યુ હતુ કે બોલીવુડ અભિનેત્રી સિવાય તેને બીજુ શું થવુ ગમે છે ત્યારે તેને એક એરોનોટિકલ એન્જિનિયર બનવા માટેની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

34 વર્ષીય અભિનેત્રી હાલમાં તેની હોલિવૂડ ફિલ્મ "Baywatch", જે 26 મે ના રોજ રિલીઝ થવાની છે તેને લઈને ડ્વોયન જોહ્ન્સન અને ઝેક એફ્રોન સાથે મળીને તૈયારીઓ કરી રહી છે. જેમાં તે વિક્ટોરિયા લીડ્ઝ નામનું નકારાત્મક પાત્ર ભજવતી જોવા મળશે.

Next Story
Share it