Top
Connect Gujarat

હેમા માલિનીએ દીપિકા પદુકોણને ડ્રીમ ગર્લ ગણાવી

હેમા માલિનીએ દીપિકા પદુકોણને ડ્રીમ ગર્લ ગણાવી
X

હેમા માલિની બોલીવૂડમાં 'ડ્રીમ ગર્લ તરીકે જાણીતી છે.પરંતુ તાજેતરમાં તેણે દીપિકા પદુકોણને આજના સમયની ડ્રીમ ગર્લ કહીને સંબોધી હતી. પીઢ અભિનેત્રી હેમા માલિની પાસેથી આવુ સન્માન મેળવીને દીપિકા ખુશીની મારી ગદગદ થઇ ગઇ હતી.

તાજેતરમાં હેમા માલિનીની બાયોગ્રાફી 'બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીપિકા પદુકોણ મુખ્ય અતિથી તરીકે હતી.દીપિકાએ આ પુસ્તકને લોન્ચ કર્યું હતું. હેમાએ પોતાના 69ના જન્મ દિવસે આ પુસ્તક લોન્ચ કર્યું હતું. જેમાં તેણે પોતાના જીવનની ખાટી-મીઠી વાતો લખી છે. આ બાયોગ્રાફીમાં ધર્મેન્દ્ર, સની અને બોબી દેઓલ સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે હેમાએ દીપિકાના અભિનયના અને તેની ફિલ્મોની પસંદગીના વખાણ કર્યા હતા. હેમા માલિનીએ તેને આજના સમયની ડ્રીમ ગર્લ પણ કહી હતી. જોકે દીપિકાની ફેવરિટ અભિનેત્રી પણ હેમા જ છે.

Next Story
Share it