ભરૂચ જિલ્લાના ગુમાનદેવ તીર્થક્ષેત્ર પીઠ ખાતે પ્રથમ વૈકટેશ્વર ભગવાન તિરૂપતિ બાલાજી સાથે વેણુગોપાલની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

1004889962

તારીખ-4થી મેથી 12મી મે સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે વાલ્મિકી રામાયણ,શિવ પુરાણ,શ્રીમદ્દ ભાગવત પુરાણ કથા જ્ઞાનયજ્ઞ યોજાશે.જેમાં સજોદ વાળા વિનોદભાઈ ભટ્ટ કથાનું રસપાન કરાવશે રોજ બપોરે 3 કલાકે કથા બાદ સાધુ સંતોનું પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાશે.જે ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે મહંત મનમોહનદાસજીએ નિમંત્રણ પાઠવ્યું છે.