/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/15203714/17.jpg)
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1185 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આજે વધુ 11 દર્દીઑના મોત થયા. જ્યારે રાજ્યમાં આજે 1329 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,56,283 પર પહોંચી છે. અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3609 થયો છે.
ગુજરાત રાજ્યમાં 1185 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 168, વડોદરા કોર્પોરેશનમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 75, સુરતમાં 73, જામનગર કોર્પોરેશનમાં 59, વડોદરામાં 42, રાજકોટ 34, મહેસાણામાં 33, કચ્છ 31, ભરૂચ 28, અમરેલીમાં 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, જામનગરમાં 23, પંચમહાલ 23, પાટણ 23, બનાસકાંઠા 22, જુનાગઢ 20 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે 11 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, ગાંધીનગરમાં 1, મહીસાગરમાં 1, પાટણમાં 1, તાપીમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 દર્દીનું મોત થયું હતું.
રાજ્યમાં આજે કુલ 1329 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. અને રાજ્યમાં આજે 51,215 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 52,16,885 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.22 ટકા છે. રાજ્યમાં હાલ 14,804 એક્ટિવ કેસ છે, જ્યારે 1,37,870 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,718 લોકો સ્ટેબલ છે.