અમદાવાદ : રાજયમાં વીજદરમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો, જુઓ કેટલા લોકોને થશે ફાયદો

New Update
અમદાવાદ : રાજયમાં વીજદરમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો, જુઓ કેટલા લોકોને થશે ફાયદો

દેશ તથા રાજયમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યાં છે. ગુજરાત સરકાર હસ્તકની વીજકંપનીઓએ ત્રણ મહિના સુધી ફયુઅલ ચાર્જમાં રાહત આપવાની જાહેરાત કરી છે….

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે વીજદરમાં પ્રતિ યુનિટ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છેકે, રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા 356 કરોડની રાહતોના લાભ મળશે.વધુમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જુલાઇ-2020થી સપ્ટેમ્બર-2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ 2.00 પૈસા લેખે વસૂલાતી હતી.

રાજ્ય સરકારની આ જાહેરાત સામે કોંગ્રસે પ્રતિક્રિયા આપી છે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશી એ જણાવ્યું કે આ જાહેરાત રાજ્ય સરકારની રાજ્યની લોલીપોપ છે તેમણે વધુમાં જાણવાયું કે રાજ્યના સીરામીક ઉદ્યોગની હાલાત પહેલેથી ખરાબ છે ઘટાડા પહેલા રાજ્ય સરકારે જવાબ આપવો જોઈએ કે ભાજપા સરકારે ખાનગી વીજ કંપનીઓ પાસેથી મોંઘી વીજળી ખરીદી અને રાજ્યની જનતાને મોંઘી વીજળી આપી છે..ભાજપ મોરબીમાં હાર ભાળી ગઈ છે એટલે આવી લોભામણી જાહેરાત કરી છે.

Latest Stories