31મી ડિસેમ્બરને લઈ રાજકોટ રેન્જના તમામ જિલ્લાઓમા બુટલેગરો પર વોચ રખાશે: સંદિપ સિંઘ

New Update
31મી ડિસેમ્બરને લઈ રાજકોટ રેન્જના તમામ જિલ્લાઓમા બુટલેગરો પર વોચ રખાશે: સંદિપ સિંઘ

રાજકોટ રેન્જમાં આગામી નવા વર્ષની ઉજવણી માટે થનારા આયોજનો અંગે માહિતી એકત્ર કરી જડબેસલાક બંદોબસ્ત ગોઠવી ગુનેગારો ઉપર ખાસ વોચ રાખવામાં આવશે.

લીસ્ટેડ બુટલેગરોને દારૂની હેરાફેરી કરતા અટકાવવા નાકાબંધી સહિતના પગલાં લેવામાં આવશે નવા વર્ષમાં 19 ડીવાયએસપીને સપ્તાહમાં બે નાઈટની જવાબદારી સોંપવામાં આવી છે તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે એસપી દ્વારા સંલગ્ન વિસ્તારમાં લોકદરબાર યોજવાની જાહેરાત પણ આઇજી સંદીપસિંઘ દ્વારા કરવામાં આવી છે

રાજકોટ રેન્જ આઇજી ઓફિસ ખાતે આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં આઇજી સંદિપસિંહે જણાવ્યું હતું કે રેંજના 5 જિલ્લા સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકામાં નવા વર્ષને ઉજવવા માટે ફાર્મહાઉસ, ક્લ્બ હાઉસ, પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર પાર્ટીઓની માહિતી એકત્ર કરવામાં આવશે તેઓના માલીકના નામ,સરનામાં સહિતની વિગતો તેમજ અગાઉ ક્યારેય આ પ્રકારનું આયોજન કર્યું છે કે કેમ તે સહિતની વિગતો આઇજી ઓફિસે રાખવામાં આવશે કોઈ ફાર્મ હાઉસમાં ફ્રેન્ડ પાર્ટી, ફેમેલી પાર્ટી, ફ્રી ઓફ પાર્ટીનું આયોજન હોય તો તેની માહિતી પણ આપવાની રહેશે.

જેનો ડેટાબેઝ તૈયાર રાખવામાં આવશે 31મી ડિસેમ્બરે રેંજના તમામ જિલ્લાઓના સાંજના 4થી સવારના 4 વાગ્યા સુધી સતત પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી છે જિલ્લાના કંટ્રોલરૂમમાં આવતી તમામ ફરિયાદોને સંલગ્ન અધિકારીને ત્વરિત નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી છે તેમજ લીસ્ટેડ બુટલેગરો ઉપર વોચ રાખવા નાકાબંધી સહિતની કામગીરી કરવામાં આવનાર છે.

Latest Stories