Connect Gujarat
ગુજરાત

રાજયના આ શહેરમાં બન્યો એક સાથે 6,500 વિધવા મહિલાઓને સહાયનો વિક્રમ

રાજયના આ શહેરમાં બન્યો એક સાથે 6,500 વિધવા મહિલાઓને સહાયનો વિક્રમ
X

સુરત જિલ્લાના ઓલપાડ ખાતે એક સાથે 6,500 વિધવા બહેનોને પેન્શનની

સહાય આપી વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં

કાર્યક્રમ યોજાયો હતો.

ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના ઉપક્રમે તેમના મત વિસ્તારની 6,500થી વધુ વિધવા મહિલાઓને વિધવા સહાય પેન્શન યોજનાના હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું. એક જ સ્થળે આટલી વિશાળ સંખ્યામાં વિધવા મહીલાઓને સહાય વિતરણને વિક્રમ તરીકે સ્થાપિત કરાયો છે. આ રેકોર્ડની દેશમાં જ નહીં પરંતુ આખા એશિયામાં નોંધ લેવામાં આવી છે. એશિયા બુક ઓફ રેકોર્ડ તેમજ ગોલ્ડન બુક રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં હાજર રહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધવા પેન્શન સહાય યોજના હવેથી ગંગા સ્વરૂપા પેન્શન સહાય યોજના તરીકે ઓળખાશે તેવી જાહેરાત કરી હતી.

Next Story