અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મૂળ રાજકોટ અને હાલ ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત સાંઈ મંદિર પાસે આવેલ જગન્નાથપૂરી સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય કૌશિક દિનેશ પોકીયા ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગ્લેન માર્ક કંપનીમાંથી પોતાની બાઈક નંબર-જી.જે.૦૬.સી.કે.૩૬૬૭ લઇ પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહને બાઈક સવાર કૌશિકભાઈને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
