બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં લાઇબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા અખિલ મિશ્રાનું નિધન થયું છે. એક રિપોર્ટ અનુસાર, કામ કરતા સમયે બિલ્ડિંગ પરથી નીચે પડી જવાથી અભિનેતાનું મોત થયું હતું. અખિલ મિશ્રાના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઇ-ટાઇમ્સના રિપોર્ટ મુજબ, અભિનેતા હૈદરાબાદમાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા હતા. બાલ્કની પાસે કામ કરતા સમયે તેઓ ઊંચી ઈમારત પરથી પડી ગયા હતા. અખિલના પરિવારમાં તેમના પત્ની સુઝૈન બર્નર્ટ છે, તેઓ પણ જર્મન અભિનેત્રી છે. અખિલે અંતિમ શ્વાસ લીધા ત્યારે તે હૈદરાબાદમાં હતા તેમણે કહ્યું કે મારુ દિલ તૂટી ગયું છે.
