🔴 Breaking
અંકલેશ્વર: GIDCમાં સપ્તાહમાં બીજી વખત રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાય, 11 ઢોર પાંજરે પુરાયાઅંકલેશ્વર: સરહદ પર તૈનાત વીર જવાનો માટે રાખડીઓ રવાના,6 વર્ષથી ચાલે છે અભિયાનભરૂચ: હાંસોટના ઇલાવની 2 શાળાઓના 484 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ, હેમલતાબેન ટ્રસ્ટનું સેવાકાર્યભરૂચ: આમોદના કાંકરીયા ગામ નજીક રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ, પાણી ભરાય રહેવાની સમસ્યાનો અંતભરૂચ: નેત્રંગમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, CCTV ફૂટેજ આવ્યા બહાર અંકલેશ્વર: કોસમડી નજીક હિટ એન્ડ રન, રોડ ક્રોસ કરી રહેલા ઇસમનું કારની અડફેટે મોતરાશિ ભવિષ્ય 13 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોઅંકલેશ્વર: GIDCમાં સપ્તાહમાં બીજી વખત રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાય, 11 ઢોર પાંજરે પુરાયાઅંકલેશ્વર: સરહદ પર તૈનાત વીર જવાનો માટે રાખડીઓ રવાના,6 વર્ષથી ચાલે છે અભિયાનભરૂચ: હાંસોટના ઇલાવની 2 શાળાઓના 484 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ, હેમલતાબેન ટ્રસ્ટનું સેવાકાર્યભરૂચ: આમોદના કાંકરીયા ગામ નજીક રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ, પાણી ભરાય રહેવાની સમસ્યાનો અંતભરૂચ: નેત્રંગમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, CCTV ફૂટેજ આવ્યા બહાર અંકલેશ્વર: કોસમડી નજીક હિટ એન્ડ રન, રોડ ક્રોસ કરી રહેલા ઇસમનું કારની અડફેટે મોતરાશિ ભવિષ્ય 13 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Featured

અયોધ્યામાં રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું કરાશે નિર્માણ

કરોડો ભક્તોના આસ્થા કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ- નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ભગવાનની શ્રી રામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમૂહ બની રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહીની માહિતી મેળવી હતી. તેમણે આ અવસરે શ્રદ્ધા ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન- અર્ચન તેમજ હનુમાનગઢી મંદિર માં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા. અયોધ્યા જઈને મુખ્યમંત્રીએ હનુમાનગઢીમાં દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેઓ ભગવાન શ્રીરામનાં દર્શન કરવા માટે રવાના થયા હતા. ત્યાર બાદ તેમણે મંદિર નિર્માણનું નિરિક્ષણ કર્યું હતું. અયોધ્યા ખાતે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દરેક રાજ્યને ભવન બનાવવા માટે જમીન ફાળવી છે. ત્યાં ગુજરાત ભવન માટે પણ જમીન ફળવાઈ છે, જેથી આ જમીન જોવા માટે પણ મુખ્યમંત્રી ગયા હતા.. અયોધ્યામાં ઘણા દેશો સહિત દેશનાં ઘણાં રાજ્યોએ તેમના ગેસ્ટહાઉસ ખોલવામાં રસ દર્શાવ્યો છે. અયોધ્યામાં ગુજરાતી મંદિરો અને ગુજરાતી ધર્મશાળાઓ છે. ગુજરાતમાંથી દર વર્ષે લગભગ 5 લાખ શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચે છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ- ઉત્સવ ઉજવાશે.