ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં જ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આગામી તા. 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. તો બીજી તરફહિન્દુ સમાજ દ્વારા તા. 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઈન્સ્પેકટર પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ પોલીસ તેમજ વહીવટી તંત્રને પોતાનો સાથ સહકાર મળી રહેશે તે અંગે જણાવ્યુ હતું.