ભરૂચ: જંબુસર ફ્લાય ઓવરબ્રિજ પર ડીઝલ ટેન્કરમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઇ
ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી,જંબુસર ફલાય ઓવરબ્રિજ પર ટેન્કરમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચમાં ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહત માંથી ભરૂચ તરફ આવતા એક ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી,જંબુસર ફલાય ઓવરબ્રિજ પર ટેન્કરમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.
ઘટના અંગેની જાણ અગ્નિ શમન કેન્દ્રમાં કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા,અને એક તરફ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરીને ભડકે બળતા ટેન્કર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો,જોકે આ ઘટનામાં હાલમાં જાનહાની અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
