-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણી
-
ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયું
-
સત્સંગ સભા યોજાય
-
પ્રબોધજીવન સ્વામીજી રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભા યોજાય
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ અંબેવેલી ખાતે હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ અંબેવેલી ખાતે હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું
આવનાર પાંચ જાન્યુઆરી 2025 ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવના પડધમો વાગી ગયા છે ત્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શનદાન આપવા તા- 16 અને 17 એમ 2 દિવસ ભરૂચ-અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે.જે સંદર્ભે અંકલેશ્વર ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ બિઝનેસમેન જેવા સમાજ સેવકોની ભવ્ય સભાનું આયોજન પ.પૂ. પ્રબોધજીવનના સાનિધ્યમાં કરવામાં આવી હતી.સભાનું આયોજન વિજય અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. સભામાં સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી તથા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય હરીશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી તથા હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ મિલદભાઈ પટેલ હાજર રહ્યા હતા.સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું કે રૂપિયા, ધન,દોલત એ સાચી મૂડી નથી. આપણી સાચી મૂડી એ આપણા બાળકો છે.
