ભરૂચ: મહાશિવરાત્રી નિમિતે ઘીમાંથી શિવજીની પ્રતિમાઓનું સર્જન !
ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે ગુજરાત | સમાચાર
ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે
ભરૂચમાં શિવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના યુવા કલાકાર ઘીમાંથી શિવજીની પ્રતિમાને કંડારી અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે.ભરૂચના સોનેરી મહલ પાસે રહેતા 36 વર્ષીય રીતેશ જાદવે તેમના પિતા ચંદ્રકાંતભાઈના હાથ નીચે બાળપણથી જ વિવિધ મટીરીયલમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ બનાવાતા શીખ્યા હતા જે આજે હવે પિતાની કળા અને વ્યવસાયને સાચવી રહ્યા છે.આજદિન સુધીમાં તેઓએ આશરે સાત હજાર પ્રતિમાઓને કંડારી છે.આ વર્ષે પણ રિતેશ ભાઈને ભરુચના આધ્ય સ્થાપક ભૃગુ ઋષિના મંદિર સહિત અન્ય સ્થળોએ ઘીમાંથી શિવજીની પ્રતિમા બનાવવાના ઓર્ડર પ્રાપ્ત થયા છે.
