અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકનો બનાવ
જીઆઇડીસી બસ ડેપો સામે કારમાં આગ
પાર્ક કરેલ કારમાં આગ ફાટી નિકળી
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
કચરો સળગાવતા આગ લાગી હોવાનું અનુમાન
અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો

અંકલેશ્વરમાં ફરી એકવાર કારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક જીઆઇડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.આ દ્રશ્ય જોતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ ઇસમે નજીકમાં કચરો સળગાવતા આગ કારમાં ફેલાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ કાર અહીં પાર્ક કરવામાં આવી હતી ત્યારે અચાનક જ આગ ફાટી નીકળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.