-
અંકલેશ્વરમાં યુવાનનો વિડીયો થયો હતો વાયરલ
-
તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો હતો
-
પોલીસે યુવાનની કરી ધરપકડ
-
જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડકરી
-
સોશ્યલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું
અંકલેશ્વર: યુવાને સોશ્યલ મીડિયામાં ફેમસ થવા તલવાર વડે કેક કાપી વિડીયો વાયરલ કર્યો, જેલના સળિયા ગણવાનો વારો આવ્યો
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તલવાર વડે કેક કાપતો યુવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે યુવાનની જાહેરનામા ભાંગના ગુના હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તલવાર વડે કેક કાપતો યુવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે યુવાનની જાહેરનામા ભાંગના ગુના હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અનેક લોકો જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણીમાં તલવારથી કેક કાપીને રોફ જમાવે છે. પોલીસે આ પ્રકારની ઉજવણી નહીં કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાંય આવા કિસ્સા સામે આવી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરમાં પણ તલવાર વડે કેક કાપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની મીઠા ફેક્ટરી પાસે આવેલ રાધે ક્રિષ્ના રેસીડેન્સીમાં રહેતા મણકુમાર સિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.પોલીસે યુવાન પાસે તલવાર પણ કબ્જે કરી છે.
