સુરત:તપતેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહાપુરાણનું આયોજન, કથાકાર ધવલ વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ગુજરાત | સુરત | સમાચાર
April 19, 2025 · 1 min read
સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આયોજન
તપતેશ્વર મહાદેવ મંદિરે આયોજન કરાયું
શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ
કથાકાર ધવલ વ્યાસ કરાવી રહ્યા છે રસપાન
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લઈ રહ્યા છે લાભ
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ તપતેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વિમાનગર સ્થિત તપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કથાકાર ધવલ વ્યાસ શિવકથાનું સંગીતમય રીતે અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. સીમાનગર મહિલા મંડળ દ્વારા આ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઇ રહ્યા છે. તારીખ 26 એપ્રિલ સુધી ચાલનાર શિવ કથા દરમિયાન વિવિધ પ્રસંગો પણ ઉજવાશે.કથાકાર ધવલ વ્યાસ દ્વારા તાજેતરમાં હરિદ્વાર ગામમાં પણ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતના સૌથી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા.