અંકલેશ્વર શારદા ભવન ટાઉન હૉલ ખાતે ગ્રામ કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો

અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા પદાધિકારીઓ માટે કૅપેસિટી બિલ્ડિંગનો એક દિવસીય તાલીમ વર્ગ આયોજિત થયો હતો. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગાંધીનગર વિકાસ કમિશ્નર, સ્પીપા, ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર તાલુકા પંચાયત દ્વારા આયોજન કરાયું હતું. આ તાલીમમાં તેઓને પંચાયતી રાજની સ્થાપના, ઇતિહાસ, ગુજરાત પંચાયત અધિનિયમ 1993, ગ્રામ પંચાયતની રચના, વિવિધ સમિતિઓ, વિકાસના આયોજનો, સ્વંભંડોળ અને 9 થીમ અંગે સમજાવવામાં આવ્યું હતું.