-
ભરૂચમાં આયોજિત મેઘ ઉત્સવની પુર્ણાહુતિ
-
મેઘરાજાની વિસર્જન યાત્રા નિકળી
-
મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા
-
છડી મહોત્સવની પણ પુર્ણાહુતિ
-
વરસાદના વિઘ્ન વચ્ચે 4 દિવસીય મેળો સંપન્ન
ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતી કરવામાં આવી છે.પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી. ભરૂચમાં સોમવારે ભોઇ અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી હતી. સોનેરી શણગાર સાથે મેઘરાજાની સવારી સોનેરી મહેલ ખાતે આવી ત્યારે વધામણા લેવા માટે મહેરામણ ઉમટી પડયો હતો.
દિવાસાની આગળની રાત્રે ભોઇ સમાજના યુવાનોએ માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી હતી. મેઘરાજાના વિસર્જનની સાથે ભરૂચમાં ચાર દિવસીય ભાતીગળ મેળો પણ સમાપ્ત થયો છે.ભરૂચના પોતીકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવોની ઉજવણીમાં વરસાદી વિઘ્ન છતાં ભકતોની શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી ન હતી.ચાર દિવસ સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું. આ તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ વિભાગે પણ પ્રસંશનીય કામગીરી કરી હતી.
