આ કાર્યક્રમ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે શાંતિ જાળવી રાખવી, આગ પર પ્રાથમિક રીતે કાબૂ મેળવવાના ઉપાયો, તેમજ ફાયર સેફટી સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. સાથે સાથે પ્રાયોગિક ડેમો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી તેઓ આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય પગલાં લઈ શકે.

આ કાર્યક્રમમાં ટ્રસ્ટની ટીમ ઉપસ્થિત રહી હતી. શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકમિત્રો પણ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.ટ્રસ્ટ દ્વારા સમાજમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ આયોજિત કરવામાં આવશે.

