ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે અસનવી ગામના બળદેવભાઈ વસાવા પત્ની અનસોયાબેન સાથે લગ્ન પ્રસંગે આવ્યા હતા. બાઇક પર લગ્નમાં ગત સાંજે માલીપીપર ગામે દંપતી જઈ રહ્યું હતું. ત્યારે રાજપારડી નેત્રંગ રોડ પર એક ફોર વ્હિલર ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં પત્નીને સામાન્ય ઇજાઓ પોહચી હતી. જ્યારે પતિ બળદેવભાઈ ગંભીર રીતે ઘવાતા અવિધા બાદ ભરૂચ સિવિલ અને સુરત દાખલ કરતા મોત થયું હતું. રાજપારડી પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
બીજા અકસ્માતમાં ભરૂચના હાંસોટના આસ્તા ગામના અશ્વિન રાઠોડ તેમની બાઇક પર શિવમ દેશમુખને બેસાડી સોમવારે સાંજે શાકભાજી લેવા જઈ રહ્યા હતા. હાંસોટ રોડ પર સામેથી આવતા બાઇક ચાલક જયદેવ મિસ્ત્રીએ તેમની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ત્રણેયને ઇજાઓ પોહચી હતી. જોકે માથામાં ઇજાના કારણે શિવમ દેશમુખ બેભાન થઈ જતા કાકાબા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. હાંસોટ પોલીસે જયદેવ મિસ્ત્રી સામે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.