-
અંકલેશ્વરમાં ચૂંટણીનો ધમધમાટ
-
આજરોજ ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાય
-
નગરપાલિકાની ચૂંટણીમાં 107 ફોર્મ ભરાયા છે
-
તાલુકા પંચાયતની ચૂંટણીમાં 67 ફોર્મ ભરાયા
-
15 એપ્રિલે ફોર્મ પરત ખેંચાશે
અંકલેશ્વર: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાય, 15 તારીખે ઉમેદવારી પત્રો પરત ખેંચાશે
અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આજરોજ તંત્રના અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભરૂચ | સમાચાર
અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આજરોજ તંત્રના અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
અંકલેશ્વર નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને પ્રાંત કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર રાજન વસાવાની હાજરીમાં ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે 107 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જ્યારે અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 67 ઉમેદવારી ફોર્મ દાખલ થયા છે.ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કા રૂપે ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો માટે 15મી તારીખે ફોર્મ પરત ખેંચવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે અંતિમ ઉમેદવારોની યાદી સ્પષ્ટ થશે અને ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પારદર્શક અને નિયમ મુજબ હાથ ધરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
