• અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • મોટાકુંભાર વાડમાં તસ્કરો ત્રાટકયા

  • મકાનમાં ચોરીની ઘટના

  • રૂ.1.65 લાખના માલમત્તાની ચોરી

  • શકમંદો સીસીટીવી કેમેરામાં કેદ

અંકલેશ્વરના શહેરના મોટા કુંભારવાડમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી દોઢ લાખ રૂપિયા રોકડા અને ત્રણ કાંડા ઘડિયાળ મળી કુલ રૂ 1.65 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 2 શકમંદો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. 
અંકલેશ્વરના મુલ્લાવાડ નજીક આવેલ મોટા કુંભારવાડમાં રહેતા જુલ્ફીકાર સદરુદ્દીન બાલામાં નીચેના માળના મુખ્ય દરવાજાને તાળું  મારી પરિવાર સાથે ઉપરના માળે સુતા હતા દરમ્યાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ ત્રણ તિજોરી તોડી સામાન વેરવિખેર કરી અંદરથી રોકડા રૂપિયા .1 લાખ 50 હજાર અને રૂ.15 હજારની કિંમતની ત્રણ ઘડિયાળની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ ચોરી અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી જો કે નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં બે શકમંદો નજરે પડ્યા હતા.પોલીસે રોકડ રકમ અને ત્રણ ઘડિયાળ મળી કુલ રૂપિયા 1.લાખ 65 હજારની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.