-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
માં મણીબા ટ્રસ્ટ દ્વારા આયોજન
-
ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
-
10 ટીમોએ લીધો ભાગ
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગના ગ્રાઉન્ડ પર સમસ્ત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 10 ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. ભરૂચ શહેરમાં રમતગમત પ્રત્યેના ઉત્સાહને પ્રોત્સાહન અને સમજના જુવાનોમાં એકતા વધે તે આશ્રયથી સમસ્ત વણકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન મા મણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, નવેઠા દ્વારા કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસના ગ્રાઉન્ડ પર યોજાયેલ આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો તેમજ રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને દીવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ હાજર રહ્યા હતા.ટુર્નામેન્ટમાં જિલ્લાની 10 ટીમો ભાગ લઈ રહી છે.
આ પ્રસંગે માં મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજી પરમાર,દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન પ્રમુખ સુનિલ ભટ્ટ,પાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા,સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરીયા,સમાજના આગેવાન કાંતિભાઈ પરમાર સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
