• સચિનની આંગણિયા પેઢીમાં દિલ્હીથી કરોડોના ફંડની શંકા

  • આંગડિયા પેઢીના CCTV ફૂટેજમાં ભાંડો ફૂટ્યો

  • ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત તપાસ

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા મોટો ધડાકો

  • હવાલાના પૈસા ચૂંટણી પ્રચારમાં વપરાયા હોવાની આશંકા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પોલિટિકલ ફંડિંગ અને હવાલા રેકેટના તાર દિલ્હીથી સુરત સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.ખાનગી   આંગડિયા    પેઢી દ્વારા ચૂંટણીમાં વાપરવા માટે મોટું ફંડ આવ્યું હોવાની શંકાએ ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં મતદાન પહેલા જ પોલિટિકલ ફંડિંગ અને હવાલા રેકેટના તાર દિલ્હીથી સુરત સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી આંગડિયા પેઢી દ્વારા ચૂંટણીમાં વાપરવા માટે મોટું ફંડ આવ્યું હોવાની શંકાએ ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર કેસમાં દિલ્હીના હિમાંશુ પાહુજાનું નામ સામે આવ્યું છેજેણે  આંગડિયા દ્વારા ફંડ મોકલ્યું હતું. હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટીના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો હોવાનું મનાય છે. આ ફંડ મેળવનાર તરીકે આકાશ મિશ્રા અને અજય તિવારીનું નામ ખુલ્યું છે. આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પૂર્વ PA રહી ચૂક્યો હોવાથી સમગ્ર મામલો આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારમાં વપરાતા ફંડ તરફ ઈશારો કરી રહ્યો છે.

પોલીસના હાથમાં એક મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા છેજેમાં આકાશ મિશ્રા અને અજય તિવારી આંગણિયા પેઢીમાં દેખાઈ રહ્યા છે. ઉમરા પોલીસે આ મામલે આકાશ મિશ્રાની કલાકો સુધી પૂછપરછ કરી તેનું નિવેદન નોંધ્યું છે. એટલું જ નહીંઆંગણિયા પેઢીના માલિકની પણ કડક પૂછપરછ કરવામાં આવી છે કે આ પૈસા ક્યાંથી આવ્યા અને કોને પહોંચાડવાના હતા. જોકેઅજય તિવારી હજુ પોલીસની પૂછપરછથી દૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસારઆગામી દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે. મતદાન પહેલા આ કેસમાં હવે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ પણ જોડાય તેવી શક્યતા છે. શું આ પૈસા ખરેખર ચૂંટણીમાં મતદારોને રીઝવવા કે પ્રચાર માટે વાપરવાના હતાતે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.