-
ભરૂચમાં નગરપાલિકાની ચૂંટણીનો માહોલ
-
કોંગ્રેસના ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ
-
મંજૂરી વગર પ્રચાર સભા યોજી હતી
-
બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ
-
પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ: કોંગ્રેસના 4 ઉમેદવારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ,મંજૂરી વગર પ્રચાર સભા યોજી હતી
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના 4 ઉમેદવારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લાલ બજારમાં તંત્રની મંજૂરી વિના જાહેર સભા યોજવા બદલ કાર્યવાહી હાથ ધરાય છે. સમાચાર
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના 4 ઉમેદવારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લાલ બજારમાં તંત્રની મંજૂરી વિના જાહેર સભા યોજવા બદલ કાર્યવાહી હાથ ધરાય છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે નગરપાલિકાના વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના ઉમેદવારો વિવાદમાં સપડાયા છે.ચૂંટણી વિભાગની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના જ જાહેર સભા યોજીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામનો ભંગ કરવા બદલ કોંગ્રેસના ચાર ઉમેદવારો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.ભરૂચ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જશુ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હસન હુસેન શેખ ,તસલીમા બાનું મહંમદ સિદ્દીક મેકેનિક,સાયરબાનું મોહમ્મદ સોહેબ શેખ તેમજ શૈલેષ ચીમન વસાવાએ તારીખ 17ના રોજ લાલ બજાર સ્થિત જૂની તિજોરી કચેરી સામે જાહેર રોડ પર એક સભાનું આયોજન કર્યું હતું.
સભામાં રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે અંગે ચૂંટણી વિભાગમાં કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી કે પરવાનગી લેવામાં આવી ન હતી.ઉલ્લેખની છે કે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસાર પ્રચારકોની સભા સરઘસ કે અન્ય કોઈપણ કાર્યક્રમ માટે લેવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે જાહેરનામાના ઉલ્લંઘન કરી પરવાના વગર સભા ગજાવનાર કોંગ્રેસના ચારેય ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
