• અંકલેશ્વરમાં પોલીસની કામગીરી

  • ચૂંટણી પૂર્વે ફ્લેગ માર્ચ યોજાય

  • પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા

  • સુરક્ષા અને સલામતીનો અનુભવ કરાવાયો

  • પોલીસ દ્વારા કરવામાં આવશે મોનિટરિંગ

અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં શહેરીજનોને સુરક્ષા અને સલામતીનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને અનુલક્ષીને અંકલેશ્વર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.પોલીસ દ્વારા શહેરના અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ મતદારોમાં સુરક્ષાની લાગણી મજબૂત કરવી તેમજ કોઈ અનિચ્છનીય બનાવો અટકાવવાનો હતો.
ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલ જળવાઈ રહે તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવશે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સ્થાનિક લોકોમાં પોલીસની આ કામગીરીથી વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધતી જોવા મળી હતી.