• અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • પાટીદાર સમાજની બેઠક યોજાય

  • પૂર્વગૃહ પ્રધાન ગોરધન ઝડફિયા રહ્યા ઉપસ્થિત

  • પી.એમ.મોદીના કાર્યક્રમ અંગે કરાય ચર્ચા

  • વડોદરામાં થશે સરદારધામનું લોકાર્પણ

વડોદરામાં પી.એમ.નરેન્દ્ર મોદીની હાજરીમાં સરદારધામના થનાર લોકાર્પણ અંગે અંકલેશ્વરમા પાટીદાર સમાજની મહ્ત્વપૂર્વ બેઠક યોજાઇ હતી. અંકલેશ્વર ખાતે આજરોજ સરદારધામ વડોદરાના લોકાર્પણ કાર્યક્રમના સંદર્ભે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના નેતા તથા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, સરદારધામના ઉપાધ્યક્ષ જશવંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં અંકલેશ્વરના ઉદ્યોગ અગ્રણીઓ વિપુલ ગજેરા, એન કે નાવડીયા, હસમુખભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, કિશોર કાછડીઆ તથા યોગેશ પટેલ સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સભામાં સરદારધામ વડોદરાના લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી અંકલેશ્વર તેમજ સમગ્ર ભરૂચ જિલ્લાના પાટીદાર સમાજના સભ્યો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી.બેઠક દરમિયાન આયોજન, પરિવહન વ્યવસ્થા અને સમાજના વ્યાપક જોડાણ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.