ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટમાં ફરી એક વખત ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે આ જ એપાર્ટમેન્ટમાં અગાઉ પણ આવી જ ઘટના બની હતી, જેને પગલે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટના આજે અચાનક બની હતી, જ્યારે ગેલેરીનો એક ભાગ તૂટી પડ્યો હતો. સદ્નસીબે, ઘટના સમયે ગેલેરીમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

Gallery collaps

ધરાશાયી થયેલા ભાગને કારણે બિલ્ડિંગના અન્ય રહેવાસીઓમાં ચિંતા વ્યાપી છે.સ્થાનિક લોકોએ તરત જ  તંત્રને જાણ કરી હતી. તંત્રની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સુરક્ષા દ્રષ્ટિએ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. રહેવાસીઓએ તંત્ર પાસે બિલ્ડિંગની સંપૂર્ણ ચકાસણી કરવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.