જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે ખડકી ફળિયામાં રહેતા વૃદ્ધા કાશીબેન પઢીયાર ગત પહેલી મે એ પતિ રયજીભાઈને લઈ વડોદરા માનસિક બીમારીની સારવાર કરાવવા ગયા હતા. વડોદરા દીકરાના ઘરે તેઓ સપ્તાહ રોકાયા હતા. દરમિયાન ગામ રહેતી દીકરીનો ફોન આવ્યો હતો કે તેમના ઘરના તાળા તૂટ્યા હતા.
તસ્કરો તેમના બંધ ઘરના બે નકુચા તોડી બે તિજોરીમાંથી દાગીના અને રોકડ ચોરી ગયા હતા. વેડચ પોલીસ મથકે સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી, ચાંદીના 9 સિક્કા અને રોકડા 40 હજાર મળી કુલ 1.57 લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.