અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જુના દીવા ગામના સરપંચ અઝીમા માંજરા, એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજર યજદ અંકલેશ્વરીયા,સનસાઈન એકેડમીના ડાયરેક્ટર ઈમ્તિયાઝ માંજરા,ડો.અનિતા પટેલ, AET ના ટ્રસ્ટી બોમિ કાવીના, તુષાર ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિદ્યાર્થીઓ પોતાની જવાબદારીઓ સમજી, સારી રીતે પૂર્ણ કરે, તેમનામાં નેતૃત્વ શક્તિ ખીલે, દેશમાં લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાની સમજ કેળવાય એ હેતુસર શાળામાં ચૂંટણી યોજવામાં આવી હતી.

જેમાં હેડ બોય, હેડ ગર્લ ,આસિસ્ટન્ટ હેડ બોય, આસિસ્ટન્ટ હેડ ગર્લ, કેપ્ટન બોય, કેપ્ટન ગર્લ ,વાઇસ કેપ્ટન બોય ,વાઇસ કેપ્ટન ગર્લ, તથા શાળામાં ચાર જુદા જુદા “હાઉસ” ની રચના કરવામાં આવી હતી, તેમના ઇન્ચાર્જ તથા વર્ગ મોનિટરને  ઉપરોક્ત મહાનુભાવોએ શપથ લેવડાવી પિન પહેરાવી હતી. અને તેમને જવાબદારી સોંપવામાં આવી હતી.ત્યારબાદ શાળામાં વર્ષ દરમિયાન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાના હેતુસર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ અપાયા હતા અને તેમને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય મીનાક્ષી ભારદ્વાજ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરાયો હતો.