-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
-
વાહનોની કરાય હરાજી
-
ગૌ માંસની હેરાફેરીમાં ઝડપાયા હતા વાહનો
-
માત્ર 5 જ માસમાં કરાય કાર્યવાહી
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા ગૌ માંસની હેરફેરીમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરવામાં આવી હતી.માત્ર 5 જ માસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હરાજીની કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે.
અંકલેશ્વરમાં ગૌ માંસની હેરાફેરી મામલે ઝડપાયેલા વાહનોની માત્ર પાંચ મહિનામાં હરાજી કરવામાં આવતા પોલીસ તંત્રની ઝડપી કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. રાજ્ય સરકારના કડક નિર્દેશો બાદ પોલીસ વિભાગ ગેરકાયદેસર પશુ કતલ અને ગૌ માંસની હેરાફેરી સામે વધુ સક્રિય બન્યો છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગૌ માંસની હેરાફેરીના કેસમાં પશુ ક્રુરતા અધિનિયમ તેમજ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન જપ્ત કરાયેલા વાહનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માત્ર પાંચ મહિનાની અંદર હરાજી માટે મુકવામાં આવ્યા હતા. આ હરાજીનું આયોજન અંકલેશ્વર ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે, જેના પગલે કેસોની ઝડપી તપાસ અને જપ્ત મિલકતો અંગે વહેલી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
