• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજન

  • શ્રી શ્રી રવિશંકરના જન્મોત્સવની ઉજવણી

  • વિવિધ કાર્યક્રમો યોજાયા

  • મોટી સંખ્યામાં અનુયાયી જોડાયા

ભરૂચ આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા. ભરૂચ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા રોટરી ક્લબ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર જીનો 70મો જન્મદિવસ તેમજ આર્ટ ઓફ લિવિંગ દ્વારા માનવતાવાદી સેવાઓના 45 ગૌરવપૂર્ણ વર્ષોની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુવંદના સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યો દ્વારા ધ્યાન, પ્રાણાયામ અને ભજન કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિમય બની ગયું હતું.વક્તાઓએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા વિશ્વભરમાં શાંતિ, માનવ સેવા અને યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી હતી.
આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના વિવિધ સેવાકીય પ્રકલ્પો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો, સેવાભાવી કાર્યકરો તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ વિશ્વશાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.