પીએમ મોદી સ્વીડન પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારત-યુરોપ સંબંધોમાં નવી ગતિ લાવશે તેવી અપેક્ષા છે, જ્યાં એઆઇ, સંરક્ષણ, વેપાર અને ગ્રીન એનર્જી પર અનેક મોટી ડીલ પર હસ્તાક્ષર થવાના છે. રોકાણ અને વેપારની દ્રષ્ટિએ તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્વીડનમાં રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રૈંડ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કોઇ પણ સરકારના પ્રમુખને આપવામાં આવતું સ્વીડનનું સૌથી મોટું સન્માન છે. સ્વીડનમાં તેમના આગમન પર સ્વીડિશ વડા પ્રધાન ઉલ્ફ હજલમાર ક્રિસ્ટરસનએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને પરંપરાગત ભારતીય નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ સ્વીડિશ વડા પ્રધાન સાથે અફસ્લુઇટડિજક ડેમની મુલાકાત લીધી. સ્વીડિશ વડા પ્રધાને તેમને ડેમ વિશે માહિતી આપી. ભારતના ગુજરાતમાં પણ આવા જ ડેમ બનાવવાનું આયોજન છે અને સ્વીડન આ સંદર્ભમાં ભારતને સહયોગ કરશે.
સ્વીડને પીએમ મોદીને રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રૈંડ ક્રોસથી સન્માનિત કર્યા. રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રૈડ ક્રોસ એ સરકારના વડાને આપવામાં આવતુ સર્વોચ્ચ સન્માન છે. પીએમ મોદી માટે આ 31મુ ગ્લોબલ સન્માન છે.
