-
ભરૂચમાં સર્જાયો અકસ્માત
-
શ્રવણ ચોકડી નજીક અકસ્માત
-
ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
-
અકસ્માતના પગલે ટ્રાફિકજામ
ભરૂચ-દહેજ રોડ પર શ્રવણ ચોકડી નજીક ટ્રીપલ માર્ગ અકસ્માત, હાઈવા પાછળ કાર-ટ્રક ભટકાયા
ભરૂચ-દહેજ રોડ પર શ્રવણ ચોકડી નજીક અકસ્માતમાં એક હાઈવા ટ્રકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી અન્ય ટ્રક અને કાર એકબીજા સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ ગુજરાત | સમાચાર
ભરૂચ-દહેજ રોડ પર શ્રવણ ચોકડી નજીક આજે ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ-દહેજ રોડ પર શ્રવણ ચોકડી નજીક આજે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક હાઈવા ટ્રકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી અન્ય ટ્રક અને કાર એકબીજા સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભરૂચ-દહેજ રોડ પર લાંબા સમયથી બિસ્માર અને સાંકડા રસ્તા સાથે ભારે ટ્રાફિકની સમસ્યા યથાવત હોવાથી અહીં સતત અકસ્માતનો ભય રહે છે. ખાસ કરીને શ્રવણ ચોકડી વિસ્તાર અકસ્માતપ્રવણ બન્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
અકસ્માત બાદ માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાની કામગીરી હાથ ધરી હતી.સદ્નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી, જોકે વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
