• કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

  • NHRC મેમ્બરના અધ્યક્ષતાને યોજાઇ બેઠક

  • પ્રિયાંક કાનુનગોની વિશેષ ઉપસ્થિતિ

  • સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે સમીક્ષા 

  • કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવવામાં આવી

નર્મદા જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ના મેમ્બર પ્રિયાંક કાનુનગોના અધ્યક્ષસ્થાને વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

નર્મદા જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ના મેમ્બર પ્રિયાંક કાનુનગોના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લામાં વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર ગંગા સિંઘજિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલજિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમીક્ષા દરમિયાન NHRC ના મેમ્બર પ્રિયાંક કાનુનગોએ વર્ષ 2025-26 અંતર્ગત જિલ્લામાં અમલમાં રહેલી આઈ.ટી.આઈ.ડી.આર.ડી.એ.ચાઇલ્ડ લેબરગુજરાત સફાઈ કામદાર કલ્યાણ યોજનારાઇટ ટુ ચિલ્ડ્રન અંતર્ગત આંગણવાડી સેવાઓન્યુટ્રિશન અને પોષણ સંગમપૂર્ણા શક્તિ યોજનાપી.એમ. પોષણ યોજનાજિલ્લાની શાળાઓની સ્થિતિરાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમડિસ્ટ્રીક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટચાઇલ્ડ વેલફેર કમિટીસ્ટેટ સ્પોન્સરશિપ સ્કીમપાલક માતા-પિતા યોજનાશેરો પોઝીટીવ ઇલનેસ સ્કીમદીકરી લગ્ન સહાય યોજનામુખ્યમંત્રી બાલ સેવા યોજના, PM CARES for Children યોજના તથા ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

તદુપરાંતરાઇટ્સ ઓફ ચિલ્ડ્રન એન્ડ જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળવરિષ્ઠ નાગરિક અધિકાર યોજનાઓઆયુષ્માન ભારત – PMJAY, પ્રધાનમંત્રી જનધન યોજના, PMJJBY, કિસાન ક્રેડિટ કાર્ડજિલ્લા સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, GMERS મેડિકલ કોલેજ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજનાસ્કીલ ડેવલપમેન્ટ, PM સ્વનિધિ કાર્યક્રમ તેમજ સ્પોર્ટ્સ એન્ડ હ્યુમન રાઇટ્સ સંબંધિત યોજનાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.