• આમોદના ગાંધીચોક વિસ્તારમાં જૈન બોર્ડિંગ ખાતે બેઠક યોજાય

  • પ્રજાપતિ સમાજ એજ્યુકેશન-ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા આયોજન

  • શૈક્ષણિક અને સામાજીક ઉત્થાન અંગેની ચર્ચા-વિચારણા કરાય

  • વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે બેઠક દરમ્યાન માહિતી અપાય

  • મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના સભ્યો અને આગેવાનો જોડાયા

ભરૂચ જીલ્લાના આમોદ ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક તેમજ સામાજીક ઉત્થાન અંગે ચર્ચા સહિત વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના આમોદ નગરના ગાંધીચોક વિસ્તારમાં આવેલા જૈન બોર્ડિંગ ખાતે ગત તા. 24 મે-2026ના રોજ પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચની જિલ્લા કક્ષાની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાર્થના અને સંગઠન મંત્ર દ્વારા બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ વિવિધ સામાજિકશૈક્ષણિક અને વિકાસલક્ષી મુદ્દાઓબાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના હિતને ધ્યાનમાં રાખીને પ્રજાપતિ સમાજ સંગઠનના પ્રમુખ રાકેશ પ્રજાપતિઉપપ્રમુખ પરેશ લાડમહામંત્રી ઇશ્વર પ્રજાપતિસતિષ ઓઝાગોવિંદ પ્રજાપતિપ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.