વિશ્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડેના અવસરે રોટરી ક્લબ ઓફ ભરૂચે શહેરના બે વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાગરમલજી પારીક તથા ડૉ. શૈલેન્દ્રસિંહજીનું શાલ, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર અર્પણ કરીને ભવ્ય સન્માન કર્યું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે બંને વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે પોતાના લાંબા વ્યવસાયિક જીવન દરમિયાન નિષ્ઠા, પ્રામાણિકતા અને વ્યાવસાયિક મૂલ્યોનું જતન કરીને સમાજ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની સેવાઓ અને કાર્યશૈલી નવી પેઢી માટે પ્રેરણારૂપ છે.
રોટરી ક્લબ ઓફ ભરૂચે તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સભ્યોએ બંને મહાનુભાવોના કાર્યને બિરદાવ્યું અને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુષ્યની કામના વ્યક્ત કરી.
