ભાવનગર ટર્મિનસના સ્થાને કેટલીક ટ્રેનોનું અસ્થાયી સંચાલન ભાવનગર પરા સ્ટેશન પરથી કરવામાં આવશે,
ટર્મિનસ સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો ભાવનગર પરા ખાતેથી ઉપડશે
તારીખ 27 જુલાઈ, 2026થી આગામી આદેશ સુધી ટ્રેનોના સંચાલનમાં ફેરફાર રહેશે
ટ્રેનની યાદી
ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર પારાનું આગમન સમય સવારે 09:00 વાગ્યે છે,
ટ્રેન નંબર 59267 પાલીતાણા–ભાવનગર પારાનું આગમન સમય સવારે 09:35 વાગ્યે છે,
ટ્રેન નંબર 59557 પોરબંદર–ભાવનગર પારાનું આગમન સમય બપોરે 02:30 વાગ્યે છે,
ટ્રેન નંબર 59271 બોટાદ–ભાવનગર પારાનું આગમન સમય સાંજે 05:30 વાગ્યે છે,
ટ્રેન નંબર 19206 મહુવા–ભાવનગર પારાનું આગમન સમય રાત્રે 08:00 વાગ્યે છે,
ટ્રેન નંબર 59268 ભાવનગર પારા–પાલીતાણાનું પ્રસ્થાન સમય સવારે 06:40 વાગ્યે છે,
ટ્રેન નંબર 19205 ભાવનગર પારા–મહુવાનું પ્રસ્થાન સમય સવારે 09:40 વાગ્યે છે,
ટ્રેન નંબર 59204 ભાવનગર પારા–બોટાદનું પ્રસ્થાન સમય સવારે 11:10 વાગ્યે છે,
ટ્રેન નંબર 59560 ભાવનગર પારા–પોરબંદરનું પ્રસ્થાન સમય બપોરે 03:20 વાગ્યે છે,
ટ્રેન નંબર 59230 ભાવનગર પારા–બોટાદનું પ્રસ્થાન સમય સાંજે 07:25 વાગ્યે છે,
ટ્રેનોના સ્ટેશનમાં બદલાવ કરાતા યાત્રીઓને મુસાફરી શરૂ કરતા પહેલાં સંબંધિત ટ્રેનના પ્રસ્થાન/આગમન સ્ટેશન તથા સમયની માહિતી મેળવી લેવા રેલવે વિભાગ દ્વારા અનુરોધ કરાયો
