કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતે વેઈટલિફ્ટિંગમાં શાનદાર શરૂઆત કરી છે. મણિપુરના વેઈટલિફ્ટર રિષિકાંત સિંહે મેન્સ 60 કિ.ગ્રા મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરતા કુલ 264 કિ.ગ્રા વજન ઉઠાવીને ભારત માટે આ ગેમ્સનો પ્રથમ સિલ્વર મેડલ જીતી લીધો છે. મલેશિયાના મોહમ્મદ અણિક બિન કસદાને કોમનવેલ્થ ગેમ્સના રેકોર્ડ સાથે કુલ 273 કિ.ગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
ભારતના રિષિકાંત સિંહ ક્લીન એન્ડ જર્કના બીજા પ્રયાસમાં 148 કિ.ગ્રા વજન ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. અંતિમ પ્રયાસમાં તેમણે 151 કિ.ગ્રા વજન પાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ ન થવાને કારણે તેમણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. કેન્યાના જોશુઆ અમુંગા મ્બોયાએ અંતિમ ક્લીન એન્ડ જર્ક લિફ્ટમાં 145 કિ.ગ્રા વજન ઉઠાવીને શાનદાર રીતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
