ભરૂચના જુના બજાર વિસ્તારમાં માર્ગ પર મસ મોટો ભુવો પડતા રોડની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે
ભરૂચ શહેરના જુના બજાર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે રસ્તો અચાનક ધસી પડતાં અંદાજે 5થી 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ભુવો પડતાં વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સલામતીના ભાગરૂપે પોલીસે અને નગરપાલિકાએ સ્થળ પર બેરિકેડિંગ કરી અવરજવર પર નિયંત્રણ મૂક્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદ દરમિયાન રસ્તો ધસી પડવાની ઘટનાએ વિકાસના કામોની ગુણવત્તા સામે સવાલો ઊભા કર્યા છે. લોકો દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભુવો પૂરવાની કામગીરી શરૂ કરી હતી.
