ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુપૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુઆશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો.વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભજન સંધ્યા, પૂજા-અર્ચના અને ગુરુવંદના ગુંજ્યાં હતાં. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી.આ પ્રસંગે

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા,આગેવાન ધર્મેશ મિસ્ત્રી,દિવ્યેશ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા.