અવિરત વરસાદથી લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન

ભારે વરસાદને કારણે ખેડૂતો પર પડતા પર પાટુ

વેલાવાળા શાકભાજી બગડતા ઉત્પાદન ઘટ્યું

સ્થાનિક પુરવઠો ખૂટતા અન્ય રાજ્યોમાંથી આયાત શરૂ

શાકભાજી છોડી લોકોએ કઠોળ તરફ વાળ્યો મોહ

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતો અને સામાન્ય જનતા બંને પિલાઈ રહ્યા છે! ભારે વરસાદના કારણે હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, વડાલી અને તલોદના ખેતરોમાં પાણી ભરાઈ જતાં શાકભાજીનો ઉભો પાક કોહવાઈ ગયો છે.

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતો અને સામાન્ય જનતા પરેશાન થઇ ગઈ છે.ભારે વરસાદના કારણે હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, વડાલી અને તલોદના ખેતરોમાં પાણી ભરાઈ જતાં શાકભાજીનો ઉભો પાક કોહવાઈ ગયો છે.

ખાસ કરીને દૂધી, ભીંડા, ચોળી અને ગવાર જેવા વેલાવાળા શાકભાજીમાં જીવાત પડી જતાં ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. સ્થાનિક આવક ઘટતાં હવે નાસિક, પુણે અને દક્ષિણ ભારતના રાજ્યોમાંથી શાકભાજી મંગાવવી પડી રહી છે. ટ્રાન્સપોર્ટ ખર્ચ ઉમેરાતા માર્કેટમાં ભાવ આસમાને પહોંચ્યા છે. દૂધી રૂપિયા 40, ભીંડા રૂપિયા 50, તો ટામેટા અને કેપ્સીકમ રૂપિયા 100 પ્રતિ કિલોને પાર વેચાઈ રહ્યા છે.

શાકભાજીના તોતિંગ ભાવવધારાથી મધ્યમ વર્ગના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. હવે લોકો લીલા શાકભાજીના બદલે કઠોળનો આશરો લઈ રહ્યા છે. વેપારીઓના મતે નવી આવક શરૂ ન થાય ત્યાં સુધી ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે!