ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણની ઉજવણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પાવન સલીલામાં નર્મદાના નદિના તટ ઉપર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર અતિ પ્રાચીન હોવાથી મંદિરનું વિશેષ મહીમાં પણ રહેવાનો છે, ત્યારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ભરૂચ જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો આવતા હોય છે, ત્યારે હવે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. 13 ઓગસ્ટ 2026 ગુરુવારે મઘા નક્ષત્રથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે શિવ ભક્તોમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શ્રાવણ માસ એટલે ભગવાન ભોલેનાથને રીજવવાનો પવિત્ર અવસર છે, આ શ્રાવણ માસ શિવને અતિપ્રિય માસ છે. આ દરમિયાન શિવભક્તો બીલીપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રશ્યોથી પૂજા, પાઠ કરી એકતાણું ઉપવાસ કરી અને ધન્યતા અનુભવે છે, ત્યારે શ્રાવણ માસમાં પણ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમો થતા હોય છે. ભગવાન ભોલેનાથના વિશેષ શણગારો પણ કરવામાં આવતા હોય છે, ત્યારે શ્રાવણ માસના પ્રારંભ સાથે ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણની ઉજવણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.